Surprise Me!

MSUમાં પાસ કરાવવાનું કૌભાંડ, પટાવાળા માત્ર રૂ.900માં સેટિંગ કરાવે છે

2019-05-10 561 Dailymotion

વડોદરાઃ એમએસયુનિવર્સિટી(મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી)માં હંગામી પટાવાળા શર્ટની અંદર ગડી વાળીને વિદ્યાર્થીઓની પુરવણી સંતાડીને એસેસમેન્ટ સેલમાંથી બહાર લઇ જઇ,પેપર લખાવીને પરત કરવાનું કૌભાંડ પ્રકાશમાં આવ્યું છે એક ક્લાસની પુરવણી બીજા ક્લાસના બંડલમાંથી વારંવાર મળતા એસેસમેન્ટ કો-ઓર્ડિનેટરે સિક્યુરિટી સ્ટાફ સાથે મળીને વોચ ગોઠવી હતી અને ત્રણેય પટાવાળાને રંગેહાથે ઝડપી પાડવામાં આવ્યા હતા 21 વિદ્યાર્થીઓની પુરવણી બહાર લઇ ગયા હોવાનું બહાર આવતા તમામ વિદ્યાર્થીઓને બરતરફ કરાશે