Surprise Me!

નામદાર પર હારનું ઠીકરું ન ફુટે તે માટેની Exercise શરૂ થઈ ગઈ છે - મોદી

2019-05-15 2,544 Dailymotion

વડાપ્રધાન નરેન્દ્ર મોદીને બુધવારે બિહારના પાલીગંજ અને ઝારખંડના દેવઘરમાં જનસભાઓને સંબોધિત કરી છે દેવઘરમાં તેમણે કોંગ્રેસ નેતા સામ પિત્રોડા અને મણિશંકર અય્યર પર કટાક્ષ કરતા કહ્યું કે, નામદાર પરિવરાના બે અંગત દરબારિયોએ તેમની તરફથી બેટિંગ શરૂ કરી દીધી છે એક બેટ્સમેન તો નામદારના ગુરુ છે, જેને પહેલા મેદાનમાં ઉતારવામાં આવ્યા હતા તેમણે શીખોની મજાક ઉડાવતા કહ્યું કે નરસંહાર થયો તો થયો હવે અન્ય બેટ્સમેન ગુજરાત ચૂંટણી પછી મેદાનની બહાર હતા તે પણ હવે બે દિવસોથી મેદાનમાં છે મારી પર ગાળો વરસાવી રહ્યા છે કોંગ્રેસ નખ કાપીને શહીદ થવાની સ્પર્ધા થઈ રહી છે

પીએમ મોદીએ વધુમાં કહ્યું કે, 23મેના રોજ આવનારા પરિણામો કોંગ્રેસ પણ સમજી ગઈ છે તેને પરિણામોની તૈયારી શરૂ કરી દીધી છે કોંગ્રેસ તૈયારી કરી રહી છે કે હાર બાદ તેનું ઠીકરુ પાર્ટીમાંથી કોણી પર ફોડશે નામદારને બચાવવા માટે શું કરવામાં આવે, તેના માટે એક્સરસાઈઝ ચાલી રહી છે