Surprise Me!

કાર-ટ્રક વચ્ચે અકસ્માત, ડાન્સર ક્વીન તરીકે જાણીતા હરીશ સહિત 4નાં મોત

2019-06-02 6,911 Dailymotion

જિલ્લાના કાપરડા ગામ નજીક રવિવારે સવારે એક રોડ અકસ્માતમાં જેસલમેરના જાણીત ડાન્સર હરીશ સહિત ચાર લોકોના મોત નિપજ્યા છે જ્યારે અન્ય 5 લોકો ઘાયલ થયા છે હરીશ ડાન્સર ક્વીનથી ફેમસ હતા, તેઓ પોતાની ટીમની સાથે જેસલમેરથી જયપુર જઈ રહ્યાં હતા ત્યારે કાપરડા નજીક તેમની કાર એક ટ્રક સાથે અથડાઈ હતી
ફુલ સ્પીડથી ચાલી રહેલાં બંને વાહનો સામસામે જોરદાર ટકરાતા, કારનું પડીકું વળી ગયું હતું અકસ્માત એટલો જોરદાર હતો કે કારમાં સવાલ લોકો તેની અંદર જ ફસાય ગયા હતા જે બાદ આજુબાજુના લોકોએ તેમને બહાર કાઢ્યા હતા ત્યાં સુધીમાં ચાર લોકોના મોત થયા હતા મૃતકમાં હરીશ ઉપરાંત જેસલમેર નિવાસી લતીફ ખાન, રવીન્દ્ર અને ભીખે ખાન સામેલ છે આ ઉપરાંત પાંચ લોકો ગંભીર રીતે ઘાયલ છે ઘાયલોને સારવાર માટે જોધપુર લાવવામાં આવ્યા છે