Surprise Me!

દેશી દારૂની ભઠ્ઠીઓ પર દરોડા, 4 હજાર લીટર આથાનો નાશ કરાયો

2019-06-09 119 Dailymotion

રાજકોટ:રાજકોટ પોલીસ કમિશનરની સુચનાથી શહેરના થોરાળા વિસ્તારમાં 300 પોલીસ જવાનોએ મેગા પ્રોહિબિશન ડ્રાઇવ હાથ ધરી હતી શહેરના જંગલેશ્વર અને કુબલિયાપરા વિસ્તારમાં દરોડા પાડ્યા હતા દરોડા દરમિયાન જાહેરમાં વોંકળાના કાંઠે દેશી દારૂમાં વપરાતા 4 હજાર આથાના સામાનનો નાશ કરવામાં આવ્યો હતો શહેરના એલગ એલગ પોલીસ સ્ટેશનના 300 જેટલા પોલીસ જવાનો આ મેગા ડ્રાઇવમાં જોડાયા હતા દેશી દારૂની ભઠ્ઠીઓ ઉપરાંત જુગાર પર પણ રેડ પાડવામાં આવી હતી જેમાં આ વિસ્તારના ઘરે ઘરે દરોડા પાડવામાં આવ્યા હતા જંગલેશ્વરમાં અગાઉ ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો 50 જેટલા લોકોને ચેક કરવામાં આવ્યા હતા