Surprise Me!

જી-20 સમિટમાં ફિલિપ મેએ વિશ્વની પ્રથમ મહિલાઓ સાથે ફોટો પડાવ્યો

2019-06-29 180 Dailymotion

જાપાનના ઓસાકામાં આયોજિત જી-20 સમિટમાં 19 દેશોના રાષ્ટ્રધ્યક્ષ અને યૂરોપિયન યૂનિયન સામેલ થયા છે સમિટ સિવાય અહીં વર્લ્ડ લીડર્સ પત્નીઓ પણ એકબીજા સાથે મુલાકાત કરી રહી છે ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેન્ક્રોની પત્ની બ્રિગેટ હોય કે પછી બ્રિટનના વડાપ્રધાન થેરેસા મેના પતિ ફિલિપ મે હોય આ દરેક વૈશ્વિક નેતાઓના પાર્ટનર્સ એકબીજા સાથે સમય પસાર કરી રહ્યા છે

વિશ્વની પ્રથમ મહિલાઓએ શુક્રવારે ક્યોટોમાં તોફુકુ-જી મંદિરમાં ફોટો પડાવ્યો છે આ દરમિયાન સમગ્ર દુનિયાના નેતાઓની પત્ની વચ્ચે બ્રિટનના વડાપ્રધાન થેરેસા મેના પતિ ફિલિપની હાજરી ચર્ચામાં રહી હતી મહિલાઓ સાથે ફિલિપે ખૂબ ખુશીથી ફોટો પડાવ્યો હતો