Surprise Me!

વરસાદ અને પૂર વચ્ચે પરિવારના 11 સભ્યો આખી રાત ઘરની છત પર ભૂખ્યા-તરસ્યા ઝઝૂમતા રહ્યા

2019-08-01 1,039 Dailymotion

અનિરૂદ્ધસિંહ મકવાણા વડોદરાઃ24 કલાક કરતા પણ વધુ સમયથી વડોદરા શહેર પાણીમાં ગરકાવ છે હાલ શહેર બેટમાં ફેરવાયુ હોવાથી શહેરમાં પ્રવેશવાના તમામ રસ્તા બંધ થઈ ગયા છે 5થી 10 ફૂટ પાણી ભરાયા હોવાથી વાહન વ્યવહાર ઠપ થઈ ગયો છે જેના કારણે શહેરીજનોને જીવન જરૂરી ચીજવસ્તુ પહોંચાડવાનું મુશ્કેલ બન્યું છે વિશ્વામિત્રી નદી જ્યાંથી પસાર થાય છે તે રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા છે તેમજ આગામી 12થી 14 કલાક સુધી પાણી ઓસરવાની કોઈ સંભાવના નથી આ સંજોગોમાં વડોદરાના પૂરમાં ફસાયેલા નગરજનોની સ્થિતિ જાણવા માટે DivyaBhaskarએ ગ્રાઉન્ડ રિપોર્ટ કર્યો છે જેમાં વડોદરાવાસીઓની સાચી પરિસ્થિતિનો ચિતાર જાણવા મળ્યો છે