Surprise Me!

રાજકોટમાં એક જ દિવસમાં તાવથી બે માસૂમનાં મોત, 20 દિવસમાં 17 કેસ ડેંગ્યુનાં નોંધાયા

2019-08-21 1,112 Dailymotion

રાજકોટ:વરસાદ બાદ રાજકોટમાં રોગચાળો વકર્યો છે અને આરોગ્ય અધિકારીઓ આંખ આડા કાન કરી રહ્યાં છે સિવિલ હોસ્પિટલમાં છેલ્લા 3-4 દિવસથી દર્દીઓ ઉભરાઈ રહ્યાં છે જન્માષ્ટીના તહેવાર પહેલા જ અનેક લોકો સિવિલમાં સારવાર હેઠળ છે એક બાજુ સ્વચ્છતા ઝુંબેશ ચાલી રહી છે અને બીજી બાજુ વાસ્તવીકતા જ અલગ છે રાજકોટમાં એક જ દિવસમાં 2 બાળકીના તાવથી મોત થયા છે જ્યારે છેલ્લા 20 દિવસમાં 17 કેસ ડેંગ્યુનાં નોંધાયા છે ઉલ્લેખનિય છે કે ડેપ્યુટી સીએમ નીતિન પટેલે કહ્યું છે કે રોગચાળો વધશે તો ત્યાંના અધિકારી જવાબદાર રહેશે તેમ જણાવ્યું છે