Surprise Me!

#Friday- ધન- સુખ માટે શુક્રવારે કરો આ ઉપાય

2019-09-20 6 Dailymotion

સનાતન માન્યતાનુ માનીએ તો શુક્રવારનો દિવસ ધનની દેવી લક્ષ્મીને સમર્પિત છે. આ દિવસે કરવામાં આવેલ પૂજા અર્ચના અન્ય દિવસો કરતા વધુ ફળદાયક હોય છે. મનગમતુ ફળ મેળવવાની ઈચ્છામાં વ્યક્તિ સામ, દામ, દંડ, ભેદ બધા પૈતરાં અપનાવે છે. શાસ્ત્રીય રીતે કરવામાં આવેલ ઉપાય ક્યારેય ખતમ ન થનારા ધનના ભંડાર અપાવે છે. કહેવાય છે કે લક્ષ્મી ચંચળ હોય છે. તે ક્યારેય એક સ્થાન પર રહેતી નથી. આ ઉપાય કરવાથી તમે સાદા ધનિક અને સુખી રહેશો. શુક્રવારે નિત્ય કાર્યોથી પરવારીને ઘરના મંદિરમાં ગાયના શુદ્ધ ઘીનો દીવો પ્રગટાવો. મા ના સ્વરૂપ અથવા ફોટા પર કમળ અથવા ગુલાબના ફૂલોની માળા અર્પિત કરો. કમળકાકડીની માળાથી આ મંત્રનો 108 વાર જાપ કરો.