Surprise Me!

PM મોદીએ હ્યુસ્ટન એરપોર્ટ પર સ્વચ્છ ભારત અભિયાનની ઝાંખી કરાવી

2019-09-22 40,016 Dailymotion

અમેરિકાના હ્યુસ્ટનમાં PM મોદીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતુ હ્યુસ્ટન એરપોર્ટ પર વેપાર અને આંતરરા બાબતોના ડાયરેક્ટર ક્રિસ્ટોફર ઓલ્સને આવકાર્યા હતા ભારતના અમેરિકા ખાતેના રાજદૂત હર્ષવર્ધન પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે વડાપ્રધાન મોદીએ હ્યુસ્ટન એરપોર્ટ પર સ્વચ્છ ભારત અભિયાનની ઝાંખી કરાવી હતી એક લેડી અધિકારીએ મોદીને એરપોર્ટ પર બુકે આપીને સ્વાગત કર્યું હતુ જેમાંથી અજાણતાં એક પાંદડુ નીચે પડી ગયું હતુ મોદીએ બીજા અધિકારીનું અભિવાદન સ્વીકારતી વખતે નીચા નમીને આ પાંદડુ જાતે જ ઉઠાવી લઈને પોતાના સુરક્ષા અધિકારીને આપી દીધું હતુ PM મોદીના આ કાર્યની દુનિયાભરમાં ચર્ચા થવા પામી હતી સોશિયલ મીડિયા પર પણ લોકો મોદીના સ્વચ્છતાના ગુણની પ્રશંસા કરી રહ્યા છે ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન મોદીએ ભારતમાં ‘સ્વચ્છ ભારત અભિયાન’ દ્વારા નોંધપાત્ર સફળતા પ્રાપ્ત કરી છે મોદી પોતે પણ સ્વચ્છતાના આગ્રહી છે તેવું તેમના આ પગલા પરથી તેમણે બતાવ્યું હતુ