Surprise Me!

પુના-મુંબઈ હાઈવે પર બસ ખીણમાં ખાબકી; 25 મુસાફરોને ઈજા

2019-11-04 2,306 Dailymotion

મહારાષ્ટ્રમાં સોમવારે સવારે એક બસ 60 ફુટના ખાડામાં પડી ગઈ છે આ અકસ્માતમાં 5 મુસાફરોના મોત થયા છે, જ્યારે 25થી વધુ મુસાફરો ઈજાગ્રસ્ત થયા છે ખાનગી બસ સતારાથી મંબઈ જઈ રહી હતી પુના-મુંબઈ હાઈવે પર બોરઘાટની પાસે ડ્રાઈવરે સંતુલન ગુમાવી દેતા બસ રેલિંગ તોડીને ખીણમાં ખાબકી હતી બસમાં કુલ 49 મુસાફરો હતા

પોલીસે જણાવ્યું કે અકસ્માત બાદ સ્થાનીક લોકોની મદદથી બચાવ અભિયાન ચલાવવામાં આવ્યું હતું ઈજાગ્રસ્તોને હાલ નજીકની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે