પુણેમાં કેટલાક બદમાશો રાતના અંધારાનો લાભ લઈને એસયૂવી કારને ઉપયોગ કરીને કેશ ભરેલું આખું એટીએમ જ ઉપાડીને લઈ ગયા હતા લૂંટની ઘટના બની ત્યારે એટીએમમાં નવ લાખ બોંતેર હજારની કેશ ભરેલી હતી ખરાબવાડી ગામમાં સિક્યોરિટી ગાર્ડ વગરના એટીએમને નિશાન બનાવવામાં આવ્યું હતુંલૂંટને અંજામ આપ્યા બાદપૂરપાટ ઝડપે જતી આ કારને આગળની પોલીસ પોસ્ટ પર પણ કેટલાક પોલીસકર્મીઓએ રોકવાની કોશિશ કરી હતી જો કે, આરોપીઓ તેમને ચકમો આપીને ભાગી છૂટ્યા હતા પોલીસેત્યાં લાગેલા સીસીટીવીના આધારે તપાસ હાથ ધરી છે જેમાં જોઈ શકાય છે કે કઈ રીતે આરોપીઓએ એટીએમને દોરડાથી કાર સાથે બાંધીને તેને ઉખાડ્યું હતું કાચનો દરવાજો તોડીને બહાર ખેંચી લાવેલા એટીએમને આરોપીઓ કારમાં લઈને રફૂચક્કર થતા સીસીટીવીમાં કેદ થયા હતા