Surprise Me!

સ્ટેચ્યૂ ઓફ યુનિટીમાં બોગસ ટિકિટો વેચાતી હોવાની શંકાને પગલે 7 નવા કાઉન્ટર શરૂ

2019-12-27 317 Dailymotion

કેવડિયાઃ સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે ડુપ્લિકેટ ટિકિટો વેચાતી હોવાની શંકાને પગલે તંત્ર દ્વારા 7 નવા ટિકિટ કાઉન્ટર શરૂ કરાયા છે અને ટિકિટ ચેકિંગની સુવિધામાં પણ વધારો કર્યો છે કેવડિયા ખાતે રજાના દિવસોમાં ભીજનો લાભ લઇને એજન્ટો દ્વારા બોગસ ટિકિટો અપાતી હોવાનું અગાઉ ધ્યાનમાં આવ્યું હતું જેથી બોગસ ટિકિટો વેચાતી હોવાની શંકાને પગલે તંત્ર એલર્ટ થયું છે અને તાત્કાલિક 7 નવા ટિકિટ કાઉન્ટર શરૂ કરી દીધા છે અને સ્ટેચ્યૂ ઓફ યુનિટીમાં પ્રવેશતી વખતે ટિકિટોનું સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે આ ઉપરાંત મુસાફરોની સુવિધા માટે 100 જેટલી બસોની પણ સુવિધા પણ ઉભી કરવામાં આવી છે