Surprise Me!

બુંદીમાં જાનૈયાઓની બસ નદીમાં ખાબકી, 24ના મોત; તેમાં 11 મહિલાઓ અને 3 બાળકો

2020-02-26 3,586 Dailymotion

બુંદી:રાજસ્થાનના બુંદી જિલ્લામાં બુધવારે સવારે જાનૈયાઓથી ભરેલી એક બસ ઓવરબ્રીજ પરથી નદીમાં ખાબકી છે આ એક્સિડન્ટમાં 24 લોકોના મોત થયા છે પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે, જાન કોટાથી સવાઈમાધોપુર જતી હતી બસમાં કુલ 30 લોકો હતા ઘટના હાઈવેના પાપડી ગામ પાસે થઈ છે મૃતકોમાં 11 મહિલાઓ, 3 બાળકો અને 10 પુરુષો હોવાની માહિતી મળી છે રાજ્ય સરકારે દરેક મૃતકના પરિવારને રૂ 2 લાખ વળતર આપવાની જાહેરાત કરી છે