ભારતીય સંસ્કૃતિ અનેક પ્રાચીન રિવાજો અને પરંપરામાં લપેટાયેલ છે. અને એજ પ્રણાલીથી આજના આધુનિક યુગમાં દેશ વિદેશમાં ભારતની સુવાસ ફેલાયેલી છે. રંગોના તહેવાર એવા હોળી ધુળેટી પર્વ પર આવીજ પ્રાચીન પરંપરા વિસનગરના લાછડી ગામમાં જોવા મળી રહી છે.