Surprise Me!

બુમરાહ ટી20 વર્લ્ડ કપમાંથી બહાર, હાર્દિક પંડ્યાનું ટ્વીટ વાયરલ

2022-10-04 57 Dailymotion

ભારતના ઝડપી બોલર જસપ્રીત બુમરાહ ઈજાના કારણે ICC T20 વર્લ્ડકપમાંથી બહાર થઈ ગયા છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ સોમવારે એક નિવેદનમાં આ વાતની પુષ્ટિ કરી છે. ઘૂંટણની સર્જરીમાંથી સાજા થઈ રહેલા રવિન્દ્ર જાડેજા પછી ઈજાના કારણે T20 વર્લ્ડ કપમાંથી બહાર થનારા તે બીજા વરિષ્ઠ ભારતીય ખેલાડી છે. 28 વર્ષના બુમરાહને ગયા મહિનાની શરૂઆતમાં પીઠમાં ઈજા થઈ હતી, જેના કારણે તે એશિયા કપમાંથી બહાર થઈ ગયા હતા.

જસપ્રિત બુમરાહના બહાર થવા પર તેના સાથી હાર્દિક પંડ્યાએ એક ટ્વીટ કર્યું જે વાયરલ થઈ રહ્યું છે. તેણે લખ્યું- મારા જસ્સી ફરી એક વાર શાનદાર કમબેક કરજો, જેમકે તમે કરતા આવ્યા છો. આ સાથે હાર્દિકે હાર્ટ ઈમોજી પણ બનાવ્યું હતું. બુમરાહે ઓસ્ટ્રેલિયા સામેની ત્રણ મેચની T20I શ્રેણીમાં પુનરાગમન કર્યું, જે ભારતે 2-1થી સીરીઝ જીત્યું અને બે મેચમાં એક વિકેટ લીધી.