Surprise Me!

તમિલનાડુમાં નિરાધાર માટેના ચિલ્ડ્રન હોમમાં ફૂડ પોઈઝનિંગ, 3 બાળકોના મોત, 11 હોસ્પિટલમાં દાખલ

2022-10-06 228 Dailymotion

તમિલનાડુમાં ગુરુવારે એક મોટી દુર્ઘટના સામે આવી છે. ફૂડ પોઈઝનિંગના કારણે 3 બાળકોના મોત થયા હોવાનું માનવામાં આવે છે. 11 બાળકોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. મામલો તમિલનાડુના તિરુપુરમાં એક ચિલ્ડ્રન હોમનો છે. હોસ્પિટલમાં દાખલ તમામ બાળકો હાલમાં સારવાર હેઠળ છે. પ્રશાસનની ટીમ ઘટનાનું કારણ શોધવામાં લાગેલી છે. મીડિયા અહેવાલો અનુસાર બુધવારે રાત્રે બાળકોએ રાત્રે રસમ અને લાડુ સાથે ભાત આરોગ્યા હતા. થોડા સમય પછી બાળકોની તબિયત બગડવા લાગી. ત્યારબાદ ગુરુવારે સવારે જ્યારે બાળકોએ નાસ્તો કર્યો ત્યારે તેમની હાલત વધુ ખરાબ થઈ ગઈ હતી. કેટલાક બાળકો બેહોશ થઈ ગયા.