Surprise Me!

Pahalgam Terror Attack: પહલગામ હુમલાને લઇને ભારત સરકારની મોટી કાર્યવાહી

2025-04-23 0 Dailymotion

પહેલગામ હુમલા બાદ ભારતે કડક પગલાં લીધાં છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી સુરક્ષા પરની કેબિનેટ સમિતિ (CCS) ની બેઠકમાં પાંચ મોટા નિર્ણયો લેવામાં આવ્યા છે. પીએમ નિવાસસ્થાને મોદીની અધ્યક્ષતામાં સીસીએસ(CCS)ની બેઠક અઢી કલાક ચાલી હતી. તેમાં સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ, ગૃહ પ્રધાન અમિત શાહ, વિદેશ પ્રધાન એસ જયશંકર, એનએસ અજિત ડોભાલ સહિત ઘણા અધિકારીઓ હાજર રહ્યા હતા.

સિંધુ જળ સંધિ બંધ કરી દેવામાં આવી
અટારી બોર્ડર પરથી અવરજવર બંધ કરી દેવામાં આવી
પાકિસ્તાનીઓના વિઝા તાત્કાલિક અસરથી રદ કરવામાં આવ્યા.
પાકિસ્તાનીઓને 48 કલાકની અંદર દેશ છોડવા આદેશ
પાકિસ્તાનમાં ભારતીય દૂતાવાસ બંધ કરવામાં આવશે
પાકિસ્તાની રાજદ્વારીઓએ 7 દિવસની અંદર દેશ છોડવો પડશે
આગામી નિર્ણય સુધી કોઈપણ પાકિસ્તાની નાગરિકને ભારતીય વિઝા નહીં મળે
કોઈપણ પાકિસ્તાની નાગરિકોને ભારતની મુસાફરી કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં. મંજૂર થયેલા તમામ વિઝા સ્ટેન્ડ રદ કરવામાં આવ્યા
ભારતમાં પાકિસ્તાની દૂતાવાસ બંધ કરવામાં આવશે