Surprise Me!

Pahalgam Terror Attack: આતંકીઓ અને તેના આંકાઓએ કલ્પના ન કરી હોય તેવી મળશે સજા: PM મોદીની આતંકીઓને ચીમકી

2025-04-24 0 Dailymotion

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બિહારમાં રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. આ દરમિયાન તેમની સાથે મુખ્યમંત્રી નીતિશ કુમાર, બિહારના રાજ્યપાલ આરિફ મોહમ્મદ ખાન, કેન્દ્રીય મંત્રી રાજીવ રંજન (લલન) સિંહ અને અન્ય નેતાઓ હાજર રહ્યા હતા. પીએમ મોદી પોતાનું ભાષણ શરૂ કરતા પહેલા પહેલગામ આતંકવાદી હુમલામાં માર્યા ગયેલા લોકોને શ્રદ્ધાંજલિ આપવા માટે મૌન પાળ્યું.

પીએમ મોદીએ પહેલગામ હુમલાનો ઉલ્લેખ કરતા કહ્યું, 'આતંકવાદીઓએ પહેલગામમાં નિર્દોષ નાગરિકોની હત્યા જે ક્રૂરતાથી કરી તેનાથી આખો દેશ દુઃખી છે. આ દુઃખમાં આખો દેશ તમામ પીડિત પરિવારોની સાથે ઉભો છે. પીડિતોના પરિવારજનો સારવાર હેઠળ છે. આ આતંકવાદી હુમલાનું કાવતરું ઘડનારાઓને કલ્પના પણ કરી શકો તેના કરતાં પણ ખરાબ સજા મળશે.