Surprise Me!

Pahalgam Terror Attack : આતંકી હુમલાને લઈને મહારાષ્ટ્ર કોંગ્રેસ નેતાનો બફાટ

2025-04-28 0 Dailymotion

મહારાષ્ટ્ર કોંગ્રેસના ધારાસભ્ય વિજય વડેટ્ટીવારે જમ્મુ-કાશ્મીરના પહેલગામ આતંકી હુમલાને લઈને વિવાદિત નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે આતંકવાદીઓ પાસે લોકોના ધર્મ વિશે પૂછ્યા પછી મારવા માટે પૂરતો સમય નથી. સોમવારે મીડિયા સાથે વાત કરતા તેમણે કહ્યું કે પહેલગામમાં થયેલી આતંકવાદી ઘટનાની જવાબદારી સરકારે લેવી જોઈએ. 26 પ્રવાસીઓએ જીવ ગુમાવ્યા. ત્યાં સુરક્ષા વ્યવસ્થા કેમ ન હતી? આતંકવાદીઓ પ્રવાસીઓમાં ઘૂસીને હત્યા કરે છે. આ અંગે ગુપ્તચર વિભાગ શું કરી રહ્યું હતું ?

વિજય વડેટ્ટીવારે વધુમાં કહ્યું કે, "આ બધુ સરકારની નિષ્ફળતા છે. સરકાર આ બધી બાબતો પર વાત કરતી નથી. જો વાત કરવી હોય તો આતંકવાદીઓએ પ્રવાસીઓને તેમનો ધર્મ પૂછીને મારી નાખ્યા. કોંગ્રેસ નેતાએ કહ્યું કે આતંકવાદીઓ પાસે એટલો સમય નથી કે તેઓ મારનાર વ્યક્તિના કાનમાં જઈને પૂછે કે તે હિંદુ છે કે મુસ્લિમ.